Lokrakshak Written Exam

Lokrakshak Written Exam: LRD ઉમેદવારો માટે મોટી ખબર, 14 જૂને લેખિત પરીક્ષા યોજાશે

ગુજરાત પોલીસમાં ભરતી થવાનું સપનું જોતા હજારો યુવાનો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે.Lokrakshak Written Exam લાંબા સમયથી જે ઉમેદવારો લોકરક્ષક ભરતી પ્રક્રિયાની આગામી સ્ટેજની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે હવે સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર Lokrakshak Written Exam આગામી 14 જૂન 2026ના રોજ લેવામાં આવશે.

શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો હવે લેખિત પરીક્ષા માટે તૈયારીમાં લાગી ગયા છે. પરીક્ષાની તારીખ જાહેર થતાં જ રાજ્યભરના ઉમેદવારોમાં ફરી એકવાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

6 જૂનથી OJAS પર મળશે કોલલેટર

ભરતી બોર્ડે જણાવ્યું છે કે ઉમેદવારો પોતાના કોલલેટર એટલે કે હોલ ટિકિટ 6 જૂન 2026થી OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ સમયસર વેબસાઈટ પર જઈને કોલલેટર ડાઉનલોડ કરી લેવું જરૂરી રહેશે.

કોલલેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય, રિપોર્ટિંગ ટાઈમ અને અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવશે. ભરતી બોર્ડે ઉમેદવારોને ખાસ અપીલ કરી છે કે કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ તમામ વિગતો ધ્યાનથી ચકાસી લેવી.

ગ્રાઉન્ડ ટેસ્ટ પછી હવે સૌથી મહત્વની પરીક્ષા

લોકરક્ષક દળની ભરતી માટે આ વખતે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં યુવાનોએ અરજી કરી હતી. પહેલા તબક્કામાં ફિઝિકલ ટેસ્ટ અને ગ્રાઉન્ડ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે ભરતીની સૌથી નિર્ણાયક ગણાતી લેખિત પરીક્ષા યોજાવાની છે.

ઘણા ઉમેદવારો છેલ્લા કેટલાય મહિનાથી તૈયારી કરી રહ્યા હતા અને હવે પરીક્ષાની તારીખ જાહેર થતાં આખરી રિવિઝન અને ટેસ્ટ પ્રેક્ટિસ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. કોચિંગ ક્લાસિસ અને લાઈબ્રેરીઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી સાવધાન રહેવા સૂચના

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને ખાસ ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયામાં ફરતી ખોટી માહિતી અને અફવાઓથી દૂર રહેવું. ઘણીવાર પરીક્ષા અંગે ખોટા મેસેજ, પેપર લીકની અફવા અથવા તારીખ બદલાઈ હોવાના દાવા વાયરલ થતા હોય છે.

બોર્ડે સ્પષ્ટ કહ્યું છે કે ભરતી સંબંધિત તમામ સત્તાવાર માહિતી માત્ર OJASની ઓફિશિયલ વેબસાઈટ પર જ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોએ કોઈપણ અનધિકૃત માહિતી પર વિશ્વાસ ન કરવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Banaskantha Husband Sells Wife: પત્નીથી છૂટકારો મેળવવા પતિએ મિત્રો પાસે 50 હજારમાં પત્ની નો સોદો કર્યો, પોલીસ તપાસમાં ખુલ્યો ચોંકાવનારો ભેદ

Lokrakshak Written Exam ના ઉમેદવારો માટે મહત્વની સલાહ

પરીક્ષાને હવે થોડા જ દિવસો બાકી હોવાથી ઉમેદવારોએ સમયનું યોગ્ય આયોજન કરીને તૈયારી કરવી જરૂરી છે. સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, રીઝનિંગ અને અન્ય વિષયોની નિયમિત પ્રેક્ટિસ કરવાથી પરીક્ષામાં સારો ફાયદો મળી શકે છે.

Lokrakshak Written Exam હજારો ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક બની રહી છે. હવે તમામ ઉમેદવારોની નજર 14 જૂનની પરીક્ષા પર ટકી ગઈ છે.