અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના, જેને Dosa death ahmedabad Case તરીકે ઓળખવામાં આવી રહી છે, તેમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. શરૂઆતમાં ઢોસાના ખીરાથી ફૂડ પોઈઝનિંગ થવાથી બે નાનકડી બાળકીના મોત થયાની શંકા હતી, પરંતુ તાજા રિપોર્ટ્સ આ મામલાને વધુ ગંભીર બનાવી રહ્યા છે.
માહિતી મુજબ, બાળકીના માતા-પિતા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલમાં ઝેરી દવા એલ્યુમિનિયમ ફોસ્ફેટની હાજરી મળી આવી છે. બંનેએ પણ એ જ ઢોસાનું ખીરું ખાધા બાદ તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. પોલીસે તેમના બ્લડ સેમ્પલ લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલ્યા હતા, જ્યાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ જ ઝેરી પદાર્થ બંને બાળકીના શરીરમાં પણ હતો કે નહીં. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય.
માત્ર ફૂડ પોઈઝનિંગ નહીં? તપાસે લીધો નવો વળાંક
આ નવા પુરાવા બાદ પોલીસ હવે માત્ર ફૂડ પોઈઝનિંગ સુધી મર્યાદિત રહી નથી. તપાસમાં આત્મહત્યા અથવા હત્યાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર ઢોસાના ખીરાથી આવી ગંભીર ઘટના બને તે શક્યતા ઓછી લાગે છે, જેના કારણે કેસ વધુ ગૂંચવાયો છે.
મહત્વની વાત એ છે કે ઘટના પહેલાં બાળકીના પિતાએ ઘઉંમાં મૂકવા માટે ઝેરી દવા ખરીદી હતી. આ માહિતી પણ તપાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Anant Ambani Birthday: આદિવાસી સમાજ સાથે ઉજવણી, સેવા અને માનવતાનો અનોખો સંદેશ
મૃતદેહ બહાર કાઢી ફરી તપાસ
ઘટનાની ગંભીરતા જોતા, 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ મહિનાની બાળકી રાહાનો મૃતદેહ જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા 4 એપ્રિલે અંતિમવિધિ કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી તપાસ માટે આ પગલું લેવામાં આવ્યું છે.
હાલમાં Dosa death ahmedabad Caseમાં પોલીસ દરેક પાસું ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ્સ અને અન્ય પુરાવાઓના આધારે જ આ રહસ્યમય કેસનો સાચો ભેદ ખુલશે.



